ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાનું ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે, એ જ રીતે દર વર્ષે મંદિર ખાતે પાટોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, એમ આ વર્ષે પણ ભાઈઓના મંદિરના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ તથા બહેનોના મંદિરના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના આજે પ્રથમ દિવસે સમગ્ર પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી વિક્રમભાઈ પટેલના નિવાસ્થાનેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં હરિ ભક્તો જોડાયા હતા.
આ સમગ્ર મહોત્સવ 9 ડિસેમ્બર થી શરૂઆત પામીને 13 ડિસેમ્બરના રોજ વિરામ પામશે, જેમાં શ્રીમદ શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ રાત્રીય પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે તથા અંતિમ દિવસે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મુખ્ય યજમાન શ્રી વિક્રમભાઈ પટેલ તથા શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Dhamasana 6th Patotsav 2023
Shree Swaminarayan Mandir Dhamasana, Dhamasana, Kalol, Gandhinagar, 6th Patotsav, 2023,