Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
હિંમતનગર : હાથરોલ પોસ્ટના કુપાકંપા ગામ ખાતે પોકાર પરિવાર દ્વારા શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન - online gujarat news


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ પોસ્ટના કુપાકંપા ગામ ખાતે પોકાર પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે સવારે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, પરિવારજનો અને સ્નેહીઓ સહીત ગ્રામજનો જોડાયા હતા.
આ કથા મહોત્સવ ૦૬/૧૨/૧૦૨૩ થી શરૂઆત થઈને ૧૪/૧૨/૨૦૨૩ના રોજ વિરામ પામશે, જેમાં પરમ પૂજ્ય આનંદનાથજી બાપુ દ્વારા સુંદર કથાનું રસપાન કરવામાં આવશે. આ કથા મહોત્સવ દરમિયાન દૈવી ચારિત્ર્યના અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદરકાંડ, લોક ડાયરો, સંત મેળાવડો, ભજન સંધ્યા માતાજીના ગરબા તથા ગુજરાતી સામાજિક નાટકનું પણ આયોજન કરાયું છે, કથામા દરરોજ સમગ્ર ગુજરાતમાંથી સંતો-મંતોની પણ અહીંયા પપધરામણી થશે, જેમના સ્વાગત સમારોહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રાજુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Pokar Parivar Kupakampa Hathrol Arranged Shreemad Devi Bhagvat Katha 2023
Pokar Parivar Kupakampa, Hathrol, Kupakampa, Shreemad Devi Bhagvat Katha, 2023, Anandnathji, Shankartirth, Sanand,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *