મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાભી ડાંગરવા ગામ ખાતે શ્રી નાની છાસઠ નાયી સમાજ દ્વારા ભવ્ય 23 માં સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે 20 નવદંપત્તિ પ્રભુતા પગલા પાડ્યા હતા, આયોજક સમિતિ અને ડાંગરવા લીંબચીયા ભાઈઓ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ ભોજન સમારંભ સહિત પધારેલ મહેમાનો તથા દાતાશ્રીઓના ભવ્ય સ્વાગત સમારોહ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો મહંતો, સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખશ્રી પ્રવીણભાઈ તથા મંત્રી શ્રી ભરતભાઈ સહિત સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Nani Chhasath Nayee Samaj Arranged 23rd Samuh Lagnotsav at Dabhi Dangarva 05.12.2023
Shree Nani Chhasath Nayee Samaj, 23rd Samuh Lagnotsav, 05.12.2023, Dabhi Dangarva, Kadi, Mehsana,