ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામમાં શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે, એ જ રીતે આસો વદ અગિયારસનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના ભવ્ય માંડવી મહોત્સવનું સમસ્ત સણસોલી ગામ તથા બજરંગ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અહીંયા દર વર્ષની જેમ માતાજીના મંદિરના દિવ્ય સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તથા પારંપરિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ અને ત્યારબાદ રાત્રિના માંડવી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ, જેમાં રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર હિરલ રાવલ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખુબ જં મોટુ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ, જેમણે માતાજીના દિવ્ય દર્શન કરીને રાસ ગરબા ની મજા માણી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Sansoli Gaam Tatha Bajarang Parivar Arranged Mandavi Mahotsav at Shree Jogani Mataji Mandir Sansoli Mahemdavad


Samast Sansoli Gaam, Bajarang Parivar Sansoli, Mandavi Mahotsav, Shree Jogani Mataji Mandir, Sansoli, Mahemdavad, Kheda, Hiral Raval, Raas Garba,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed