અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના હેબતપુર ગામ ખાતે ઠાકોરવાસમા શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, અહીંયા શ્રી હરસિધ્ધિ માતાજી ની સાથે શ્રી મેલડી માતાજી તથા શ્રી ખોડીયાર માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગામના સોઢા પરિવારના શ્રી દીપકભાઈ ઠાકોરની આસ્થા અને શ્રદ્ધા પૂર્ણ થતા તેમના નિવાસ્થાનેથી માતાજીની ધ્વજા પૂજન તથા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા માતાજીના નિજમંદિરે ઠાકોરવાસ ખાતે પહોંચીને ત્યાં ધજા આરોહણ કરાયું હતું તથા દરેક ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી રોહિત ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામ્યજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કાર્યક્રમની સાથોસાથ તેમના નવીન સોપાન HJ સાઉન્ડ લાઈવ ડીજેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિજયભાઈ ઠાકોર તથા શ્રી નવઘણભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં શ્રી અજીતભાઈ ઠાકોર તથા સમસ્ત પરિવારજનો પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Sodha Pativar Hebatpur Arranged Bhavya Shobhayatra to Harsidhdhi Mataji Mandir Thakor Vaas Hebatpur Ahmedabad


Sodha Pativar Hebatpur, Hebatpur, Bhavya Shobhayatra, Harsidhdhi Mataji Mandir, Thakor Vaas, Hebatpur, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed