ખેડા જિલ્લાના વસો તાલુકાના મલિયાતજ ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 31 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમમાં સવારે જાન આગમન બાદ સમગ્ર વરરાજાઓનો ભવ્ય વરઘોડો યોજાયો હતો, ત્યારબાદ એ વરઘોડો લગ્ન સ્થળે પહોંચ્યો હતો, ત્યાં લગ્ન વિધિ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ કન્યાઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કે. એમ. ઠાકોર તથા શ્રી કનુભાઈ ગોહેલ અને શ્રી અરવિંદભાઈ ગોહેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti Arranged Samuh Lagnotsav of 31 Couples at Maliyataj Vaso 28.10.2023
Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti, Samuh Lagnotsav, Maliyataj, Vaso, 28.10.2023, Kheda,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed