અમદાવાદ શહેરના ભદ્રેશ્વર વિસ્તારમા શ્રી નર્મદેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી નર્મદેશ્વર મહાદેવ ખૂબ જ દિવ્ય અને તેજોમય રીતે બિરાજમાન છે, આ મંદિરના દિવ્ય સાનિધ્યમાં અહીંયા ગૌશાળા પણ આવેલી છે, મંદિર ખાતે ભક્તજનો દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જે તે શ્રાવણ માસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીંયા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા અમાસ નિમિત્તે અહીંયા દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ દિવસે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો તથા દ્વિતીય દિવસે પધારેલ સાધુ સંતોના સન્માન સમારોહ સહિત સમસ્ત ભક્તજનો માટે ભવ્ય ભંડારો કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાદેવજીના દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માંડ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ભોળાનાથના સેવક કિન્નર શ્રી ખુશ્બુ રાણા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Narmadeshwar Mahadev Mandir Bhadreshwar Ahmedabad and Kinnar Khushbu Rana Celebrated Shravan Amas Mahotsav 15.09.2023
Shree Narmadeshwar Mahadev Mandir, Bhadreshwar , Ahmedabad, Kinnar Khushbu Rana, Shravan Amas Mahotsav, 15.09.2023,