સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઇન્દ્રાજપૂર ગામ ખાતે સાબરમતી નદીના રમણીય કિનારે શ્રી આદેશ ધામ – મહાકાલ મંદિર નિર્માણ પામ્યું છે, જેને મીની ઉજ્જૈન તરીકે ઓળખવામાં આવે છે, મંદિરના સંકુલમાં ભવ્ય શ્રી મહાકાલ મંદિરની સાથોસાથ શ્રી રામદેવજી મહારાજનુ પણ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 19 થી 21 જૂન દરમિયાન યોજાયો હતો, જેમાં યજ્ઞ પૂજન સહિત શોભાયાત્રા તથા શ્રી મહાકાલ, શ્રી રામદેવજી ભગવાન, ગુરુ ગોરક્ષનાથજી મહારાજ, શ્રી ભાથીજી મહારાજ, શ્રી બદ્રીનાથજી મહારાજ તથા શ્રી હનુમાનજીની પણ દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામા આવી હતી, જ્યાં આજરોજ સમગ્ર ભારતમાંથી પધારેલ સાધુ સંતો તથા મહંતો અને ગાદીપતિઓના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી લોકો તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ શિવભક્ત શ્રી જગતસિંહજી ઠાકોર, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર, જય મહાકાલ ભક્ત સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઠાકરે દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Mini Ujjain Indrajpur Pran Pratishtha Mahotsav 21.06.2023
Mini Ujjain, Indrajpur, Pran Pratishtha Mahotsav, 21.06.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed