ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમા શ્રી સત્યનારાયણ મંદિર દ્વારા અષાઢી બીજના દિવ્ય દિવસે દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે 15મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે રથયાત્રાના મોસાળ પક્ષના મુખ્ય યજમાન બનવાનું સદભાગ્ય આ વર્ષે શ્રી શ્યામલાલ ખંડેલવાલ પરિવારને મળ્યું હતુ, જેના ભાગરૂપે આજે કલોલની જોયફૂલ સ્કૂલ ખાતે દરેક ભાવિક ભક્તો માટે જાહેર ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 10 થી 15 હજાર લોકોએ રથયાત્રામાં જોડાઈને ભોજન પ્રસાદીનો લાહવો માણ્યો હતો.
સમગ્ર રથયાત્રામાં કલોલ ના સેકડો મંડળો ટ્રેક્ટર, હાથી,, ઘોડા, બગીઓ સહિત આશરે ચાર કિલોમીટર જેટલી લાંબી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો સંખ્યામાં સમગ્ર તાલુકાના ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કલોલના શ્રી શ્યામલાલ ખંડેલવાલ, શ્રી ગોવિંદભાઈ પટેલ તથા શ્રી મનસુખભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Satyanarayan Mandir Kalol Arranged Rathyatra 2023
Shree Satyanarayan Mandir Kalol Arranged Rathyatra 2023