મહેસાણા જિલ્લાના ગોજારીયા શહેરમાં તળપદ વિસ્તારમાં શ્રી રણછોડરાયજી ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના ધર્માદા ટ્રસ્ટ દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અષાઢ સુદ બીજનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે 21મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતુ, જેના ભાગરૂપે મંદિર ખાતે આરતી પૂજન સહિત ભગવાન શ્રી જગન્નાથ તથા બલરામજી અને સુભદ્રાજી સમગ્ર નગરની યાત્રાએ નીકળ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ranchhodray Mandir Gojariya Celebrated Rathyatra Mahotsav 2023
Shree Ranchhodray Mandir, Gojariya, Rathyatra Mahotsav, 2023,