અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામ ખાતે શ્રી રણછોડરાયજી ભગવાનના ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે અષાઢ સુદ બીજનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં ભવ્ય તૃતીય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ વર્ષે મોસાળા અને મામેરાના મુખ્ય યજમાન અમદાવાદ વેજલપુરના શ્રી યશ પટેલ તથા વિષ્ણુજી ઠાકોર દ્વારા ભગવાનને મોસાળામાં 51 જેટલી વસ્તુઓ તથા દાગીનાનુ જાજરમાન મામેરું ભરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ ભગવાન શ્રી જગન્નાથ તથા સુભદ્રાજી અને બલરામજી ખૂબ જ દિવ્ય અને સુંદર દ્રષ્ટિ ગોચર થતા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટીશ્રી લાલભાઈ મામેરાના યજમાન શ્રી યશભાઈ પટેલ તથા ભૂદેવશ્રી પંડ્યા દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ranchhodrai Mandir Keliya vasna Celebrated Rathyatra 2023
Shree Ranchhodrai Mandir, Keliya vasna, Rathyatra 2023,