ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રામનગર ગામ ખાતે શ્રી બળીયાદેવજી ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવીન મંદિર બનાવવામાં આવ્યું છે, જેનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમમાં સવારથી લઈને યજ્ઞ પૂજન બપોરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ તથા બેન દીકરીઓના સન્માન સમારોહ અને ભોજન સમારોહનું પણ સુંદર આયોજન બંને સમયનું કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત કામના પૂર્વ સરપંચ શ્રી ગાંડાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree BaliyaDev Maharaj Mandir Murti Pran Pratishtha Mahotsav Ramnagar Kalol
Shree BaliyaDev Maharaj Mandir, Murti Pran Pratishtha Mahotsav, Ramnagar, Kalol,