અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામ ખાતે શ્રી શક્તિધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી, શ્રી ચામુંડા માતાજી, શ્રી ગોગા મહારાજ, શ્રી ચેહર માતાજી તથા આઈશ્રી ખોડીયાર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા વૈશાખ સુદ પૂનમનો ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના પાંચમા પાટોત્સવની આ વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા રાત્રિના સુંદર આનંદ ગરબાનું આયોજન કરાયું હતું તથા દ્વિતિય દિવસે મહાયજ્ઞની સાથો સાથ સમસ્ત ગ્રામજનોના ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાથે સમગ્ર ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના ઉપાસક શ્રી ભુવાજી અમિતભાઈ બ્રહ્મભટ્ટ તથા શ્રી નારાયણભાઈ બ્રહ્મભટ્ટ તથા અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shakti Dham Shinol Arranged Shatchandi Mahayagn on 5th Patotsav 06.05.2023
Shakti Dham Shinol, Shinol, Dhansura, Arvalli, Shatchandi Mahayagn, 5th Patotsav, 06.05.2023,