સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામ ખાતે ઐતિહાસિક શ્રી શક્તિ માતાજીનું મંદિર આવેલું છે, જેને શક્તિધામ ધામા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં શ્રી શક્તિ માતાજી સદીઓ પહેલા ચૈત્ર વદ તેરસના રોજ અંતરધ્યાન થયા હતા, અને તેથી જ આજરોજ ચૈત્ર વદ તેરસના દિવ્ય દિવસને શોક દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે અહીંયા લાખોની સંખ્યામાં સમગ્ર ભારતભરમાંથી દર્શનાર્થીઓ માતાજીના દિવ્ય દર્શન અર્થે ઉમટી પડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા પધારેલ દરેક દર્શનાર્થીઓના ભોજન પ્રસાદ તથા ઠંડા પીણા, ચા પાણી નાસ્તા સાથે તમામ પ્રકારની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અહીંયા દર્શનાર્થીઓ માટે પણ સુંદર યાત્રા ભવન પણ આવેલું છે, જેનો દરેક યાત્રીકો દ્વારા વિસામા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પ્રમુખશ્રી ડૉ. રુદ્રસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Shakti Dham Dhama Celebrated Antardhyan Divas on 18.04.2023 Chaitra Vad Teras
Shree Shakti Dham Dhama, Dhama, Patdi, Shakti Mataji Mandir Dhama, Antardhyan Divas, 18.04.2023, Chaitra Vad Teras,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed