પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામ ખાતે ઐતિહાસિક શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે, જેને સિદ્ધેશ્વર બ્રહ્માણી મઠ તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિર 800 વર્ષથી પણ વધારે પૌરાણિક છે એટલે જ સમસ્ત ગ્રામજનોને મંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે, મંદિર પરિસરમાં અનેકવિધ દેવી-દેવતાઓ તથા ભગવાન માતાજી પણ બિરાજમાન છે, અહીંયા હિંદુ સંસ્કૃતિ પ્રમાણે દરેક ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા બ્રહ્માણી માતાજીના પૌરાણિક મંદિરને નવનિર્માણ કરવામા આવી રહ્યું છે, જેના લાભાર્થે અહીંયા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનઆયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 14.04.2023 થી પ્રારંભ થઈને 20.04.2023 ના રોજ વિરામ પામશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા કથા પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે તથા પરમ પૂજ્ય શ્રી આનંદનાથજી બાપુ દ્વારા પાવન કથાનું રસપાન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તેનો લાભ ગ્રહણ કરે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા ગામની અને કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય મહંત શ્રી ૧૦૦૮ શ્રી શિપ્રાગીરી બાપુ તથા સરપંચ શ્રી હરેશભાઈ પટેલ, શ્રી જોરાજી ઠાકોર તથા શ્રી વિષ્ણુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sidhdheshwar Brahmani Math Chandravati Arranged Shreemad Bhagvat Saptah Guanyagn 2023

Shree Sidhdheshwar Brahmani Math, Chandravati, Sidhdhpur, Patan, Shreemad Bhagvat Saptah Guanyagn, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed