અમદાવાદના સાબરમતી વિસ્તારમા શ્રી સાબરમતી જૈન સંઘના આંગણે સર્વપ્રથમ વાર પરમ પૂજ્ય શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજ સાહેબની પાવન નીશ્રામાં શાસન સેવક પરિવાર દ્વારા દરેક જીવ ભૂખ્યો ન રહે તે અર્થે જીવદયા રથનું લોન્ચિંગ આજ રોજ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે હાથી ઘોડા ઊંટ સહિતની ભવ્ય અને જાજરમાન શોભાયાત્રા સમગ્ર સાબરમતી વિસ્તારમાં યોજાઇ હતી, ત્યારબાદ કોમ્યુનિટી હોલ ખાતે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યાં લાભાર્થી પરિવારોના બહુમાન કર્યા બાદ પશુ પક્ષી અને પ્રાણીઓના સુંદર સ્વામી વાત્સલ્યનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં રાજકીય તથા સામાજિક આગવાનો સહિત હજારોની સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
જીવદયા રથનું મુખ્ય પ્રયોજન લોકો દરેક નાના મોટા જીવો પ્રત્યે સદભાવના રાખે અને તેમને ભરભેટ ભોજન આપે એ જ છે, અને તેથી જ શાસન સેવક પરિવાર દ્વારા દરરોજ સવારે 6 થી 8 ના સમયગાળામાં જીવદયા રથ લઈને સમગ્ર વિસ્તારમાં ફરવામાં આવશે જ્યાં દરેક પશુ, પ્રાણીઓ અને પંખીઓને ભરપેટ અને આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શાસન સેવક પરિવારના શ્રી વિપુલભાઈ શાહ તથા સાબરમતી વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shashan Sevak Parivar Launched Jeevdaya Rath At Sabarmati Ahmedabad


Shashan Sevak Parivar, Jeevdaya Rath, Sabarmati, Ahmedabad, Sabarmati Jain Sangh,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *