મહેસાણા જિલ્લના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામ ખાતે પટેલપુરામા શ્રી ગોગા મહારાજનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિર શ્રી ગોગાધામ પિલવાઇ ગોલ્ડન ટેમ્પલ (GDP) તરીકે ઓળખવામા આવે છે, મંદિર ખાતે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે અહીંયા આજરોજ ચતુર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે, જેના આજે પ્રથમ દિવસે નૂતન ગૌશાળાનુ ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું, જેમાં ઉનાવા ધામના પરમ પૂજ્ય શકરાબાપા તથા ભુવાજીશ્રી ગિરીશબાપા દ્વારા રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
ચતુર્થ પાટોત્સવમાં ગૌશાળા લોકાર્પણ બાદ રાત્રીના શ્રી રામદેવપીર મહારાજના જ્યોત પાઠ તથા આવતી કાલે મહાયજ્ઞ સહિત રાત્રીના ભક્તિ અને શક્તિરૂપી રમેલનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.
મંદિર તથા મંદિર ના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી ગીરીશભાઈ પટેલ, શ્રી વિકેશભાઈ પટેલ, ડૉ. તથા દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Shree Gogadham Pilvai Inaugurated Gaushala on Occasion of 4th Patotsav
Shree Gogadham Pilvai, Pilvai, Vijapur, Gaushala, 4th Patotsav,