ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે શ્રી સધી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે દરેક શ્રદ્ધાળુઓને ખૂબ જ આસ્થા અને વિશ્વાસ છે, ચૈત્ર સુદ દશમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે અહીંયા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના મંદિર ખાતે શક્તિ અને ભક્તિરૂપી રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું,કજેના ભાગરૂપે પધારેલ ભુવાજીઓના સામૈયા તથા સન્માન સમારોહ અને દરેક ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ભુવાજી શ્રી તેજાભાઈ રબારી ને ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા સોનાની પાઘડી, ચાંદીની લાકડી તથા ચાંદીના 108 માળાની મણકા દ્વારા સન્માનવામાં આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ભુવાજી તેજાભાઈ દેસાઈ, શ્રી ભાવેશભાઈ દેસાઈ તથા શ્રી જીવણભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sadhi Chehar Dham Golarthara Celebrated Bhavya Mahotsav of Chaitra Sud Dasham 31.03.2023
Shree Sadhi Chehar Dham Golarthara, Bhavya Mahotsav, Chaitra Sud Dasham, 31.03.2023,