મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આલુસણા ગામ ખાતે રાઠોડ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞ અને 12:39 ના સમયે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી ચામુંડા માતાજી, શ્રી નાગણેશ્વરી માતાજી, શ્રી વારાહી માતાજી, શ્રી જેતબાઈ માતાજી, શ્રી સિકોતર માતાજી અને શ્રી હનુમાન દાદાની પ્રતિમાઓ મંદિરમાં બિરાજમાન કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગ્રામજનોએ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દિવ્ય દર્શન કરી ભોજન પ્રસાદનો લ્હાવો માણ્યો હતો, આજે રાત્રે માતાજીની શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું પણ આયોજન કરવામાં આવેલું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રસિકજી ઠાકોર તથા શ્રી વિજય ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Rathod Parivar AaluSuna Kadi arranged Pran Pratishtha Mahotsav of New Mandir
Samast Rathod Parivar, AaluSuna, Kadi, Pran Pratishtha Mahotsav, Mandir,