તાલુકા જિલ્લા ગાંધીનગરના પીંડારડા ગામ ખાતે ઇન્દિરા નગર વિસ્તારમા ભુવાજી શ્રી મુકેશભાઈ રાવળ દ્વારા શ્રી હડકાય ધામ મંદિર નિર્માણ થયું છે, સમસ્ત રાવળ સમાજના સહયોગથી અહીંયા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ચૈત્ર સુદ દશમના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ત્યારબાદ નિજ મંદિરમાં માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી હડકાય માતાજીની સાથોસાથ શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી ફુલ જોગણીયો માતાજીની દિવ્ય પ્રતિમાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જે નિમિત્તે નવચંડી યજ્ઞ તથા રાત્રિના ભવ્ય શક્તિ અને ભક્તિરૂપી રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને માતાજીના દર્શન કર્યા હતા તથા ભોજન પ્રસાદનો લાવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી મુકેશભાઈ રાવળ તથા શ્રી રાજુભાઇ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mukeshbhai Raval Pindarda Arranged Pran Pratishtha Mahotsav of Shree Hadkay Dham Mandir
Shree Mukeshbhai Raval Pindarda, Pindarda, Pran Pratishtha Mahotsav, Shree Hadkay Dham, Gandhinagar,