Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, જે મંદિર શ્રી કમળાબાની મેલડી ધામ તથા દિપો મેલડી ધામ તરીકે સમગ્ર પંથકમા ખૂબ જ ખ્યાતનામ છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામા આવે છે, એજ રીતે આજરોજ ભવ્ય ૧૨મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર મંદિરને રોશની તથા ફૂલોથી ભવ્ય રીતે શણગારવામા આવ્યું હતુ તથા સમગ્ર માઈ ભક્તોના ભોજન પ્રસાદ અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી રજવાડી માંડવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં ચરોતર કિંગ તથા રેગડી કલાકાર પ્રવીણ લુણી દ્વારા માતાજીના સુંદર ગુણગાન ગાવામા આવ્યા હતા, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તિ જોડાયા હતા.
માતાજી પ્રત્યે તથા ભુવાજી શ્રી સંજયસિંહજી વાઘેલા પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે અને તેથી જ માતાજીના મંદિરે સમગ્ર ગુજરાતમાથી ભાવિક ભક્તો દર્શનાર્થે પધારે છે.
મંદિર તથા મંદિર ના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિજયસિંહજી વાઘેલા તથા શ્રી મનીષ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kamlabani Meldi Mataji Mandir Kolavada Gandhinagar Celebrated 12th Patotsav 27.03.2023
Shree Kamlabani Meldi Mataji Mandir Kolavada Gandhinagar Celebrated 12th Patotsav 27.03.2023