અમદાવાદ નજીકના સોલા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બળીયાદેવજી મહારાજનું મંદિર આવેલું છે, સમસ્ત ગ્રામજનો દ્વારા જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્રિતીય દિવસે રાત્રિના ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા તૃતીય અને અંતિમ દિવસે નૂતન મંદિરમાં બાપા ની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી આનંદ ભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પટેલ તથા શ્રી અરુણસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree BaliyaDev Mandir Pran Pratishtha Mahotsav Sola Gam Ahmedabad
Shree BaliyaDev Mandir, Pran Pratishtha Mahotsav, Sola Gam, Ahmedabad,