ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વ્યાસજીના મુવાડા ગામ ખાતે શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્ય દિવ્ય અને નવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 10 11 તથા 12 માર્ચ દરમિયાન યોજાયો હતો જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી હતી, જેમા પ્રથમ દિવસે ભવ્ય જલયાત્રા શોભાયાત્રા તથા દ્રિતીય દિવસે યજ્ઞ પ્રારંભ તથા તૃતીય અને અંતિમ દિવસે માતાજીની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સહિત સાંજે યજ્ઞ પુર્ણાહુતી કરવામાં આવી હતી, ત્યારબાદ રાત્રી દરમ્યાન ભવ્ય રાસ ગરબાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મહેન્દ્રસિંહજી પરમાર તથા શ્રી મુકેશસિંહજી પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Harsidhdhi Mataji Mandir Murti Pran Pratishtha Mahotsav Vyasji Na Muvada Kapadvanj Kheda
Shree Harsidhdhi Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Vyasji Na Muvada, Kapadvanj, Kheda,