તાલુકા જિલ્લા ગાંધીનગરના અંબાપુર ગામ ખાતે શ્રી ડાયાભાઈ ગોવિંદભાઈ પટેલ નો અધુરો સંકલ્પ પૂરો કરવા માટે તેમના પુત્રો તથા સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ દેવી પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ સમગ્ર ચૈત્રી નવરાત્રી દરમિયાન એટલે કે 22.3.2023 થી લઈને 29.3.2023 સુધી સાંજના 08:30 કલાકે 11:30 કલાક દરમિયાન યોજાશે, જેમા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા દેવી ભાગવત કથાના પ્રસંગોનું આયોજન કરવામાં આવશે, જેમાં પરમ પૂજ્ય સરિતા દેવી માતાજી દ્વારા પાવન કથાનું રસપાન કરવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત ભાવિક ભક્તો જોડાશે. આજરોજ કથાના પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રાનુ આયોજન કરાયુ હતુ.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરિવારમાંથી ભક્તશ્રી ધીરેનભાઈ પટેલ, ભક્તશ્રી ભરતભાઈ પટેલ તથા પરમ પૂજ્ય શ્રી સરિતાદેવી માતાજી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં પરિવારના ભક્તશ્રી અતુલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Dahyabhai Govindbhai Patel Parivar Arranged Shreemad Devi Puran Katha at Ambapur Gandhinagar


Shree Dahyabhai Govindbhai Patel Parivar, Shreemad Devi Puran Katha, Ambapur, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *