દસ્ક્રોઇ : પરઢોલ તથા ઝાક ગામના સીમાડામાં આવેલા શ્રી બળીયાદેવજી તથા શ્રી શીતળા માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય મહાયજ્ઞ મહોત્સવ
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પરઢોલ ગામ ખાતે પરઢોલ તથા જાકના સીમાડાના ખેતરમાં શ્રી બળિયાદેવજી મહારાજ તથા શ્રી શીતળા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બળીયાદેવજી મહારાજ તથા શીતળા માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, તે જ રીતે અહીંયા દ્વિદિવસીય ભવ્ય મહાયજ્ઞ મહોત્સવનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના આજરોજ પ્રથમ દિવસે આજે 52 ગજની ધ્વજા સાથે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા સમગ્ર ગ્રામમાં ફરીને બપોરે નિજ મંદિરે પધારી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મંગાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Baliyadev Mandir On Pardhol to Zaak Road Celebrated Mahayagn Mahotsav
Shree Baliyadev Mandir, Pardhol, Pardhol to Zaak Road, Mahayagn Mahotsav, Daskroi, Ahmedabad,