ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બોરૂ ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી અંબાજી માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, મંદિરને ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગનુ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે આજરોજ મંદિરના પરિસરમાં ભવ્ય ભૂમિ પૂજન તથા શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જેના ભાગરૂપે આજે ભવ્ય જલયાત્રા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભમતો ઉમટી પડ્યા હતા જેમને માતાજીના દિવ્ય દર્શન બાદ ભોજન પ્રસાદનો લ્હાવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી આત્મારામભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Bhumi Pujan and Shilanyas Samaroh of Shree Ambaji Mandir Boru Mansa
Bhumi Pujan, Shilanyas Samaroh, Shree Ambaji Mandir, Boru, Mansa,