ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામ ખાતે રાવળ વાસમા શ્રી બ્રહ્માણી માતાજી નું નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રિના રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા દ્રિતીય દિવસે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી જોગમાયા માતાજી, શ્રી સિદ્ધેશ્વરી માતાજી તથા શ્રી જીજબાઈ સિકોતર માતાજી ની ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી ડાયાભાઈ રાવળ, શ્રી ચંદુભાઈ રાવળ તથા શ્રી દિક્ષિત પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Brahmani Mataji Mandir Pran Pratishtha Mahotsav Raval Vas Itadara Mansa
Shree Brahmani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Raval Vas, Itadara, Mansa,