ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર ગામ ખાતે શ્રી મહાકાળી માતાજી તથા શ્રી વેરાઈ માતાજીના દિવ્ય મંદિરો આવેલા છે, મંદિરો દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા દેવ દિવાળી ના ગરબા નું ભવ્યથી ભવ્ય દર વર્ષે આયોજન થાય છે, એ જ રીતે આ વર્ષે કારતક વદ એકમના રોજ ભવ્ય દેવ દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગામને રોશનીથી જળહળ કરી દેવામાં આવ્યું હતુ, ત્યારબાદ સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી જીગ્નેશ કવિરાજના દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત હજારોની સંખ્યામાં પધારેલ જનમેદની માતાજીના દર્શનાર્થે તથા ગરબા મહોત્સવમાં ઉમટી પડી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચ શ્રી ઉદાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં કલોલ ના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mataji Tatha Shree Verai Mataji Dev Diwali Garba Mahotsav Hajipur Kalol 2022
Shree Mahakali Mataji, Shree Verai Mataji, Dev Diwali Garba Mahotsav, Hajipur, Kalol, 2022,