અમદાવાદ નજીકના રામોલ ગામ ખાતે તળાવની બાજુમા શ્રી અંબાજી માતાજી તથા શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી દશામાના સુંદર અને ઐતિહાસિક મંદિરો આવેલા છે, આમ તો આ મંદિરો દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આસો વદ આઠમનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા હોય છે, જ્યાં મંદિરોના તિથિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સવારથી અહીંયા ત્રણેય મંદિરે યજ્ઞ પૂજન તથા રાત્રિના ભવ્ય રાસ કરવાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી શિવાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ambaji Shree Kbodiyarma Shree Dashama Mandir Ramol Gaam Ahmedabad Arranged Patotsav 2022
Shree Ambaji mandir Ramol Gam, Shree Kbodiyarma, Shree Dashama Mandir Ramol Gam, Ahmedabad, Patotsav, 2022,