ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામમા આઈ શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં આઈ શ્રી ખોડીયાર માતાજીને અહીંયા ગામટોડાની માતા તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શરદ પૂનમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં ભવ્યથી ભવ્ય આજરોજ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી રોહિત ઠાકોર તથા શ્રી અશોક ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં સેંકડો બહેનો માતાજીના ઘડુલિયા ગરબા માથે લઈને ગરબે ઘુમ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં કલોલના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર સહિત ગામના તથા સમાજના સમગ્ર અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aai Shree Khodiyar Mataji Mandir Vadsar Arranged Garba Mahotsav on Sharad Punam 10.10.2022
Aai Shri Khodiyar Mataji mandir vadsar, Vadsar, Kalo, Gandhinagar, Rohit Thakor, Ashok Thakor, Sharad Punam Mahotsav, Garba Mahotsav, Sharad Purnima Garba mahotsav