ગાંધીનગર મહાનગરપાલિકાના ખોરજ ગામ ખાતે શ્રી અંબિકા માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી ઉમિયા માતાજી તથા શ્રી બહુચર માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં પરંપરાગત નવરાત્રી મહોત્સવનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાતમા નોરતે ગાયક સરલા દવે દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા શ્રી કરસનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed