સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામ ખાતે જ્યાં અહીંયા પણ સમસ્ત કડવા પાટીદારના માઢમા વારાહી માતાજીના ભવ્ય ગરબા મહોત્સવનુ શ્રી શક્તિ અંબાજી માતા મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં આઠમા નોરતે એટલે કે અષ્ટમીના દિવસે માતાજીના ભવ્ય અન્નકૂટનુ આયોજન કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ લોક ગાયક શ્રી સાગર પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો તથા ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી ભરતભાઈ પટેલ તથા શ્રી વિજયભાઈ સોની દ્વારા આપવામાં આવી હતી તથા નવરાત્રીની શુભેચ્છા લોકગાયક શ્રી સાગર પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ,
Shri Shakti Ambaji Mata mandal shertha arranged Bhavya Navratri Mahotsav 2022 at Kadva Patidar Madh શેરથા
Shri Shakti Ambaji Mata mandal, shertha, Navratri Mahotsav, 2022, Kadva Patidar Madh, Sertha, Shertha, Kalol, Gandhinagar,