Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
તાલુકા જિલ્લા ગાંધીનગર ના પેથાપુર ગામમાં સાબરમતી નદી કિનારે અતિ પૌરાણિક એવું શ્રી સુખડનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, આ મંદિરમાં કહેવાય છે કે સુખનાથ મહાદેવજી 850 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, આ મંદિરને પાંડવકાલીન મંદિર પણ કહેવામાં આવે છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શ્રાવણ માસનો અહીંયા અને મહિમા છે જ્યાં ભવ્ય શ્રાવણ માસની ઉજવણીના ભાગરૂપે અમાસના દિવસે ભવ્યાતિભવ્ય શિવજીના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ટ્રસ્ટી શ્રી ગુરુદયાલસિંહ ડાભી દ્વારા આપવામાં આવી હતી.
તો આવો શ્રાવણ વદ અમાસના દિવ્ય દિવસે કરીએ દર્શન પેથાપુર ગામ ખાતે બિરાજમાન શ્રી સુખડનાથ મહાદેવજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sukhadnath Mahadev Mandir Pethapur Arranged Bhavya Shobhayatra on Shravan Vad Amas 27.08.2022