નાગ પંચમીની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના મકતુપુર ગામની સીમમાં, જ્યાં શ્રી નાગદેવતાનું અતિ ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે, જેને શ્રી સંગ્રામસિંહ દાદાના નામથી પણ ઓળખાય છે, તથા અહીંયા શ્રી નારસંગા વીર મહારાજનુ પણ સુંદર મંદિર આવેલુ છે, આ મંદિર દ્વારા અનેકવિધ યજ્ઞ પૂજન અને ઉત્સવો ઉજવવામાં આવે છે, એ જ રીતે નાગ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં નાગપાંચમના દિવ્ય દિવસે અહીંયા પારંપરિક લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નાગદેવતાના દર્શનાર્થે આવીને મહા પ્રસાદ ગ્રહણ કરે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવું નાગ પાંચમના શુભ દિવસે કરીએ દર્શન મકતુપુર ખાતે બિરાજમાન શ્રી નાગદેવતા ના,
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Naagdevta Mandir Maktupur Unjha Celebrated Naag Panchami Mahotsav 2022
Shree Naagdevta Mandir Maktupur, Maktupur, Unjha, Naag Panchami Mahotsav, Naag Pancham, 2022,