તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નાગ પાંચમ નો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ભવ્યતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોગા મહારાજની ધોળી ધજાઓ લઈને સમગ્ર ગ્રામજનો તથા ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


આ મંદિર પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, એ જ રીતે ગામના શ્રી ભરતભાઈ પટેલની મનોકામના પૂર્ણ થતા ભુવાજી શ્રી ઇશ્વરભાઇ દેસાઈ તથા શ્રી ગોગા મહારાજના દિવ્ય સાનિધ્યમા મંદિરને ફોર્ચ્યુનર ગાડી ની ભેટ આપવામાં આવી હતી તથા દૂધના પ્રસાદનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


મંદિર તથા મંદિરના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત ગામના શ્રી જીતેન્દ્રસિંહજી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ambalivala Goga Maharaj Mandir Kolavada Gandhinagar Celebrated Naag Pancham Mahotsav 2022


Shree Ambalivala Goga Maharaj Mandir Kolavada, Kolavada, Gandhinagar, Naag Pancham Mahotsav, Nag Panchami, 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed