ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે શ્રી રાધાકૃષ્ણ નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે જન્માષ્ટમી મહોત્સવનો અહીંયા અનેરો મહિમા છે જ્યાં આજરોજ સવારથી જ મંદિરને સુંદર શણગારથી સજાવવામા આવ્યુ છે અને રાત્રિના ભજન સંધ્યા સાથે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બાબુભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પ્રજાપતિ તથા શ્રી જીતુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો જન્માષ્ટમી પર્વના શુભ દિવસે કરીએ દર્શન જાસપુર ગામ ખાતે બિરાજમાન શ્રી રાધાકૃષ્ણ મંદિર ના.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Radha Krishna Mandir Jaspur Kalo Celebrates Janmashtami Mahotsav 2022
Shree Radha Krishna Mandir Jaspur, Kalol, Jaspur, Janmashtami Mahotsav, 2022,