મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામના રબારીવાસ ખાતે શ્રી દાસજીયા ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૮ થી ૨૦ મે દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્વિતીય દિવસે ભવ્ય જળયાત્રા-શોભાયાત્રા સહિત રાત્રિના ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરાયું હતુ અને તૃતિય અને અંતિમ દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમા શ્રી દાસજીયા ગોગા મહારાજ સહિત પરમ પૂજ્ય શ્રી ધૂંધળીમલ મહારાજની પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી સાથે યજ્ઞ પૂર્ણાહૂતિ બાદ રાત્રીના ભવ્ય પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં સમસ્ત વિસ્તારના ભાવિક ભક્તો તથા ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી બળદેવભાઇ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dasajiya Goga Maharaj mandir Murti Pran Pratishtha Mahotsav Umta Mehsana
Shree Dasajiya Goga Maharaj mandir, Murti Pran Pratishtha Mahotsav, Umta, Mehsana,