પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વરવાડા વિશોળ લીંડી તથા કનેસરા ગામોના મધ્ય ક્ષેત્રમા શ્રી વીર મહારાજ નું ખુબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં કહેવાય છે કે વીર મહારાજ મહાભારત કાળથી બિરાજમાન છે, ભાવિક ભક્તોની દિવ્ય પ્રેરણાથી અહીંયા નવિન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો હતો, જેમાં આજે પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ત્રિદીવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 18 19 અને 20મે દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ શાળાનો પ્રારંભ તથા રાત્રીના રામદેવપીરના દિવ્યજ્યોત પાઠનુ આયોજન કરવામાં આવ્યું છે તથા દ્વિતીય દિવસે બપોરે જલયાત્રા, શોભાયાત્રા સહિત રાત્રિના સંતવાણીનું આયોજન કરાયુ છે અને તૃતીય અને અંતિમ દિવસે શ્રી વીર મહારાજની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવશે, જેમાં સમસ્ત ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે જોડાશે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પ્રભાતભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Veer Maharaj Mandir Navin Mandir Pran Pratishtha Mahotsav Varvala Vishol Kanesara Lindi Sidhdhpur Patan
Shree Veer Maharaj Mandir, Navin Mandir, Murti Pran Pratishtha Mahotsav, Varvala, Vishol, Kanesara, Lindi, Sidhdhpur, Patan,