ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ગામ ખાતે શ્રી સેંધણી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજીના અહીંયા ૩૦૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, માતાજીના મંદિરનો ૨૦૦૯ની સાલમાં જીર્ણોદ્ધાર કરીને અહીંયા શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી લક્ષ્મી માતાજી તથા શ્રી અંબાજી માતાજી ને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે, મંદિરની બાજુમાં જ ખૂબ જ સુંદર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, જ્યાં મહાકાળી માતાજી પણ અલૌકિક પ્રતિમા બિરાજમાન છે, આજરોજ મંદિર દ્વારા ભવ્ય યજ્ઞ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારથી જ નવચંડી યજ્ઞ તથા સાંજે યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી, ત્યાર બાદ રાત્રીના મહાપ્રસાદ સાથે ભવ્ય રાસ ગરબાનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમોની વિગત ગામના શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો દિવ્ય દર્શન કરીએ ધોળાકુવા ગામ ખાતે બિરાજમાન શ્રી સેંધણી માતાજી મંદિરના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sendhani Mataji Mandir Dholakuva Mansa Celebrated Yagn Mahotsav 17.05.2022
Shree Sendhani Mataji Mandir Dholakuva, Dholakuva, Mansa, Yagn Mahotsav, 17.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed