ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસમેદ ગામ ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શુભારંભ કરવામા આવ્યો હતો, જેમા આજે પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી બાપુ, કલોલ સત્યનારાયણ મંદિર ના મહંત શ્રી રામમનોહર દાસજી તથા વિજય હનુમાન આશ્રમ ધમાસણાના શ્રી દંડીબાપુ દ્વારા હોમ હવન પ્રગટ કરીને દરેક ગ્રામજનો તથા યજમાનોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પૂર્વ પ્રમુખ કલોલ તાલુકા પંચાયત શ્રી કાંતિજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bahuchar Mataji Tatha Shree Ambaji Mandir Nasmed Pran Pratishtha Mahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed