મહેસાણા શહેરના હીરાનગર વિસ્તારમાં આવેલ ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે શ્રી રાગિણીબેન બારોટ દ્વારા ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ આજથી શરૂઆત થઇ ને 16 માર્ચ સુધી ચાલશે, જેમા પરમ પૂજ્ય શ્રી પ્રમોદ મહારાજ દ્રારા પાવન કથાનુ રસપાન તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિત અનેક પ્રસંગો આવરી લેવામાં આવશે, આજરોજ કથાના પ્રથમ દિવસે બાલાર્ક પાર્ક સોસાયટી ખાતેથી ભવ્ય પોથીયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી રાગિણીબેન બારોટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Raginiben Barot Mehsana Arranged Shreemad Bhagvat Saptah at Utsav Farm Mehsana