મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કેસરપુરા મોહનપુરા (ડભોડા) ગામ ખાતે શ્રી નારસંગા વીર મહારાજ નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે અહીંયા શ્રી નારસંગા વીર મહારાજ ૨૦૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિરે દર ફાગણ સુદ પાંચમના ખૂબ મોટો મહીમા હોય છે, જ્યાં દર ફાગણ સુદ પાંચમે અહીં ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ ભવ્ય પાટોત્સવ ની ઉજવણીના ભાગરૂપે શ્રી નારસંગા વીર મહારાજ ની નવીન દિવ્ય પ્રતિમા તથા શિખરની પ્રતિષ્ઠા આચાર્ય કુલગોર શાસ્ત્રી દિલીપ ભાઇ, શાસ્ત્રી અલ્પેશ ભાઇ સતલાસણા તથા શાસ્ત્રી મહાકાલ બાપુ વિસનગર જેવા વિદ્વાન ભુદેવો દ્રારા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વજુભાઈ બારડ તથા માતાજીના સેવક શ્રી બાલાજી બારડ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.


Shree Narsanga Veer Maharaj Mandir kesharpura mohanpura dabhoda Arranged Shikhar Pratishtha Mahotsav on Fagan Sud pancham 07.03.2022

Shree Narsanga Veer Maharaj Mandir kesharpura mohanpura dabhoda, Mohanpura, Kesharpura, Dabhoda, Kheralu, Satlasana, Shikhar Pratishtha Mahotsav, Fagan Sud pancham, 07.03.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *