ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામ ખાતે ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ શ્રી વહાણવટી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં કહેવાય છે કે શ્રી વહાણવટી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા ૨૦૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર અને ભવ્ય છે, જ્યાં વહાણવટી માતાજીની સાથે સાથે અહીંયા શ્રી મસાણી માતાજી, શ્રી બહુચર માતાજી, શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી બળિયાદેવ સહીત અનેક દેવાલયો આવેલા છે, માતાજીના મંદિર નજીક શ્રદ્ધાળુઓ દ્વારા ગડુલીયા માટી ના ગરબા ચઢાવવામાં આવે છે, જે લાખોની સંખ્યામાં ચઢાવવામાં આવ્યા છે, જેનો એક મોટો ડુંગર મંદિર નજીક નિર્માણ થયો છે.


મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ તથા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં નવરાત્રીની આઠમના અહિયાં અનેરો મહિમા છે, જ્યાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા માટે પધારે છે, તથા ફાગણ સુદ છઠનુ અહીંયા ખૂબ જ મહત્વ છે જેને પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે, એ જ રીતે આજરોજ પણ ફાગણ સુદ છઠના દિવસે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ માતાજીની પાલખી યાત્રા ગામના દરેક ઘરમા પધરાવવામાં આવી હતી, જે મહોત્સવમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વહાણવટી ટ્રસ્ટ ઘડિયાના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vahanvati Trust Ghadiya Celebrated Pragatya Din on Fagan Sud Chhath at Shree Vahanvati Mataji Mandir Ghadiya

Shree Vahanvati Trust Ghadiya, Pragatya Din, Fagan Sud Chhath, Shree Vahanvati Mataji Mandir Ghadiya, Kapadvanj, Kheda

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed