મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરામા તપોવન આશ્રમ આવેલો છે, આશ્રમમા શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજી તથા શ્રી વિશ્વેશ્વર મહાદેવજીના ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરો આવેલા છે, જેમાં હનુમાનજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, વિશ્વેશ્વર મહાદેવજીના અહીંયા પારદેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય છે, જેની પ્રતિષ્ઠા હમણા 15 દિવસ પહેલા જ કરવામાં આવી હતી, આશ્રમનું સમગ્ર સંકુલ ખૂબ જ ભક્તિમય અને આધ્યાત્મિક છે જ્યાં દિવ્ય ગૌશાળા પણ આવેલી છે, આજરોજ શિવરાત્રી મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય શ્રી અવધકિશોર દાસજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અહીંયા પંચ કુંડી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ભાવિક ભકતો જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી આવાજ કિશોરદાસજી મહારાજ, સાધ્વીજી શ્રી મોહનદાસજી માતાજી તથા શ્રી બદ્રીનાથજી બાપુ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો શિવરાત્રીના દિવ્ય દિવસે કરીએ દર્શન મોઢેરા ખાતે બિરાજમાન શ્રી વિશ્વેશ્વર મહાદેવજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Tapovan Ashram Modhera Arranged Shivratri Mahotsav 01.03.2022

Shree Tapovan Ashram Modhera, Shivratri Mahotsav, 01.03.2022, Mehsana, Becharaji, Vishveshwar Mahadev Mandir Modhera,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *