નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઇન ગુજરાત ન્યુઝમા, હું છુ રિપોર્ટર કૌશિક, ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા-જિલ્લા મહેસાણાના લાલજીનગર મગુના ગામમા જ્યાં અહીંયા શ્રી હિંગળાજ માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, અહિયાં શ્રી હિંગળાજ માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે તાજેતરમાં જ માતાજી મંદિર ખાતે ભવ્યાતિભવ્ય દ્રિદિવસીય સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દ્વિતીય અને અંતિમ દિવસે યજ્ઞ પૂર્ણાહૂતિ તથા મહેમાનશ્રીઓની સ્વાગત વિધિ યોજાઈ હતી, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય મહંતશ્રી અવધકિશોર દાસ બાપુ તથા શ્રી હિતેન પટેલ, શ્રી કાન્તીભાઈ પટેલ તથા શ્રી લાલજીભાઈ પટેલ અને શ્રી ગોપાલ દાસ બાપુ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Laljinagar Gramjano Arranged Suvarna Jayanti Mahotsav of Shree Hinglaj Mataji Mandir Laljinagar Maguna Mehsana 22022022


Samast Laljinagar Gramjano, Suvarna Jayanti Mahotsav, Shree Hinglaj Mataji Mandir Laljinagar, lAljinagar, Maguna, Mehsana, 22022022, Hingalaj Mandir Laljinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *