તાલુકા જીલ્લા મહેસાણાના શંકરપુરા (વડસ્મા) ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે મહા સુદ તેરસનો અહીંયા અનેરો મહિમા છે જ્યાં આજના શુભ દિવસે શ્રી મહાકાળી માતાજીના ૪૫માં દિવ્ય પાટોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે પગપાળા સંઘની સ્વાગત વિધિ તથા ભવ્ય શોભાયાત્રા અને યજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં દિનેશભાઈ ખોડીદાસ પટેલ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
તો આવો મહા સુદ તેરસના રોજ કરીએ દર્શન શંકરપુરા ગામ ખાતે બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
All Patidar families shankarpura Arranged 45th Patotsav of Shree Mahakali Mataji Mandir on occasion of Maha sud teras 14.02.2022
All Patidar families shankarpura, Shankarpura, Vadasma, Mehsana, Shri Mahakali Mataji Mandir Shankarpura, maha sud teras, 14.02.2022