અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે બાવળા સરખેજ હાઇવે ઉપર શ્રી ચેહર ભવાની માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જય શ્રી ચેહર ભવાની માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તે જ રીતે વસંતપંચમીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં વસંત પંચમીના દિવસે અહીંયા ભવ્યાતિભવ્ય અન્નકૂટોત્સવ તથા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને તેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત માઇભકતો જોડાય છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના શ્રી રાયમલભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો વસંતપંચમીના શુભ દિવસે કરીએ દિવ્ય દર્શન ચાંગોદર ખાતે બિરાજમાન શ્રી ચેહર ભવાની માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chehar Bhavani Mataji Mandir changodar arranged Vasant panchmi Mahotsav 2022
Shree Chehar Bhavani Mataji Mandir changodar l Changodar, Sanand, Ahmedabad, Vasant Panchami