અમદાવાદના રાણીપ વિસ્તારમા સ્વાગત હોલ ખાતે શ્રી બળદેવભાઈ જોઈતારામ પટેલ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે, જે કથા મહોત્સવ આજ ૨૨ ડિસેમ્બરથી શુભારંભ થઈને ૨૮ ડિસેમ્બરના રોજ વિરામ પામશે, જેમા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક ઉત્સવોનુ અને બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામા આવ્યુ છે, જેમા જામનગરના શાસ્ત્રીજી શ્રી વિરલભાઈ નાકર દ્વારા પાવન કથાનુ રસપાન કરાવવામા આવશે. કથાના શુભારંભ પ્રસંગે આજે ભવ્યાતિભવ્ય પોથીયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમગ્ર વિસ્તારની ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે જોડાઈ હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કથાના મુખ્ય યજમાન શ્રી બળદેવભાઈ પટેલ, ડૉ. પ્રકાશભાઈ પટેલ તથા શાસ્ત્રીજી વિરલભાઈ નાકર દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ,
Shree Baldevbhai Joitaram Patel Parivar Ranip Arranged Shrimad Bhagvat Saptah Gyanyagn 2021
Shree Baldevbhai Joitaram Patel Parivar, Ranip, Ahmedabad, Shrimad Bhagvat Saptah Gyanyagn, 2021