ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે શ્રી માત્રી માતાજી નું ખૂબ જ ભવ્ય અને મોટુ સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી માત્રી માતાજી ખુબ દિવ્ય અને તેજોમય પ્રતિમામા છેલ્લા ૭૦૦ વર્ષથી બિરાજમાન છે, સાથોસાથ અહીંયા મંદિરના ગર્ભગૃહમાં શ્રી મહાકાળી માતાજી તથા શ્રી અંબાજી માતાજી પણ બિરાજમાન છે, આજરોજ ભાદરવી પૂનમ ના શુભ દિવસે શ્રી અંબાજી માતાજીના દર્શન કરવા એ ખૂબ જ મોટો લાહવો છે, એ જ રીતે મંદિર પરિસરમાં શ્રી લક્ષ્મીજી, શ્રી સરસ્વતીજી, શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી સધી માતાજીના પણ દિવ્ય મંદિરો આવેલા છે.


મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મંદિરનો પાટોત્સવ ફાગણ વદ ત્રીજ તથા ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ આસો મહિનામા કરવામાં આવે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી ગામના શ્રી વાઘાજી ઠાકોર તથા શ્રી ભરતદાસજી સાધુ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ભાદરવી પૂનમ ના શુભ દિવસે કરીએ દિવ્ય દર્શન સાંતેજ ગામે બિરાજમાન શ્રી અંબાજી માતાજી સાથોસાથ શ્રી માત્રી માતાજી તથા મહાકાળી માતાજીના.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Maatri Mataji Mandir Santej, Santej, Kalol, Gandhinagar, Ambaji Santej, Mahakali Santej.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed