મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામ ખાતે શ્રી ફૂલેશ્વરી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી ફૂલેશ્વરી માતાજી ખુબ જ તેજોમય અને દિવ્ય પ્રતિમા દ્રષ્ટિગોચર થાય છે, માતાજી ના ઇતિહાસ વિશે ની જાણકારી તો ગ્રામજનોને પણ ઓછી છે, પણ પેઢીઓથી માતાજીને સમસ્ત ગ્રામજનો ઇષ્ટદેવી તરીકે પૂજે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે, જેમાં નવરાત્રિ મહોત્સવનું પણ ખૂબ જ સુંદર આયોજન આ સ્થળ ઉપર યોજાય છે, ભાદરવા સુદ બારસના દિવસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા ઉજાણી મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો દિવસ દરમિયાન માતાજીના દિવ્ય સાનિધ્યમાં રહે છે અને બહાર જ ભોજન પ્રસાદ બનાવીને ગ્રહણ કરે છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ભાદરવા સુદ બારસને દિવસે કરીએ દર્શન ઉપેરા ગામ ખાતે બિરાજમાન શ્રી ફૂલેશ્વરી માતાજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Fuleshwari Mataji Mandir Upera, Upera, Unjha, Mehsana, Ujani, Bhadrva sud Baras,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed